તિલક ચાંદલો શા માટે ? – સાધુ વિશ્વજીવનદાસજી સ્વામી (લેખાંક – ૧)
સદીઓ પહેલાં ભારતવર્ષમાં સંત હોય કે સંસારી, સ્ત્રી હોય કે પુરુષ, ગરીબ હોય કે તવંગર, રાજા, પ્રધાન કે પછી પ્રજાજનો… પ્રત્યેકના કપાળ પર તિલક જોવા મળતું. આજે પણ સમસ્ત વિશ્વમાં હિન્દુસ્તાનીઓની અનોખી પહેચાન એટલે સ્ત્રી-પુરુષના કપાળ પર તિલક કે ચાંદલાનું હોવું તે છે. પરંતુ ઘણી જગ્યાએ બુદ્ધિવાદી કે સુધારાવાદી ગણાતા સમાજમાં passion & feshion નો source – force હોવાથી devotional & revolution thoughts professional generation ને infection લાગી જતું જણાય છે. આવા સમયે બુદ્ધિશાળી ગણાતો માણસ બુદ્ધિજીવી બની જાય છે. વાસ્તવિક્તાથી દૂર નીકળી જાય છે. વિચારવાનું રહી જાય છે કે તિલક, ચાંદલો, ઊર્ધ્વપુંડ્ર કે ત્રિપુંડ્ર વગેરે માત્ર ધાર્મિક ચિન્હો જ નથી. તેની પાછળ અધ્યાત્મ, આરોગ્ય અને મનોવિજ્ઞાનય ભારોભાર પડ્યું છે.
આપણા ઋષિમુનિઓ માત્ર ધાર્મિક કર્મકાંડો કરાવનારા કર્મકાંડી જ ન હતા. તેઓ મહાન વૈજ્ઞાનિકો હતા. મોર્ડન વિજ્ઞાને હજુ જે ઊંચાઈ કે ઊંડાઈ પ્રાપ્ત નથી કરી એ સપાટી ઉપર સદીઓ પહેલાં પહોંચેલા આપણા આર્ષ પુરુષોએ અનુભવોનો નિચોડ આમ જનતાને ધર્મના રૂપમાં આપી દીધો છે. તેથી જ તો આ ભારતીય સંસ્કૃતિ ઉપર અનેક પ્રહારો થવા છતાં અડીખમ ઊભી છે.
આ સંસ્કૃતિની ધરોહર સમા દરેક ધર્મ કે સંપ્રદાયોમાં તેના અનુયાયીઓની ઓળખ માટેના અમુક બાહ્ય-ચિહ્નો હોય છે. તેને સાંપ્રદાયિક બાહ્યાચાર કહે છે. સાંપ્રદાયિક ચિહ્નોમાં કંઈને કંઈ રહસ્ય છુપાયેલું હોય છે. વ્યાવહારિક અને આધ્યાત્મિક બન્ને દૃષ્ટિએ મહત્ત્વ મુકાયેલું હોય છે. ટ્રેડમાર્ક વિનાનો માલ કદાચ સારી ગુણવત્તાવાળો હોવા છતાં ભરોસા પાત્ર ગણાતો નથી. તેમ સાંપ્રદાયિક ચિહ્ન ધારણ નહિ કરનાર વ્યકિત, તે જે તે સંપ્રદાયના બીજા અનુયાયીઓ માટે વિશ્વાસ પાત્ર ગણાતો નથી. જો કે સાંપ્રદાયિક ચિહ્નો વ્યક્તિની ધાર્મિકતા કે સદાચારનું પ્રમાણપત્ર નથી. છતાં અમુક પ્રકારનાં ચિહ્નો ઉપરથી તે વ્યકિત કેવા પ્રકારની આચારસંહિતા કે નીતિમત્તાને વરેલાં છે તે નક્કી થઈ શકે છે.
તિલક : આજ્ઞાચક્રનું ઉર્ધ્વગામી
તિલક એ લલાટમાં કરવામાં આવતું એક ચિહ્ન છે. શાસ્ત્રકારોએ કહેલ ‘યથા પિંડે તથા બ્રહ્માંડે।’ વચનને વિજ્ઞાન પણ વધાવે છે. બ્રહ્માંડના સંચાલન માટે ગોઠવાયેલી તમામ વ્યવસ્થા as it is સૂક્ષ્મ સ્વરૂપે દરેકના શરીરમાં સક્રિય છે. બ્રહ્માંડની જેમ પીંડ પણ પંચભૂતો (પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ)નું બનેલું છે. ન્યાય-વેદાંતાનુસાર
ગંધવતી પૃથિવી । શીત સ્પર્શવત્ જલઃ । ઉષ્ણ સ્પર્શવત્ તેજઃ । રૂપરહિત સ્પર્શવાન વાયુઃ । શબ્દ ગુણકં આકાશઃ ।
પંચભૂતોનું ગ્રહણ કરવા પંચ તન્માત્રા (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ) જરૂરી છે. તે તન્માત્રા અનુક્રમે પંચ ઈન્દ્રિયો (કાન, ત્વચા, આંખ, જીભ, નાક) દ્વારા ભોગવાય છે. આ રીતે પીંડ અને બ્રહ્માંડ સાથે સંલગ્ન કાર્ય યુનિક અને ઓથેન્ટિક છે. આ કાર્ય કેટલું ? કયારે ? ને કેવી રીતે કરવું ? વગેરે આજ્ઞા મસ્તકમાંથી છૂટે છે. મગજમાંથી છોડાયેલ સંદેશ આપણી બે ભ્રક્રૂટીથી સહેજ ઉપરના સ્થાનમાં રહેલ આજ્ઞાચક્રમાં આવે છે. આપણા શરીરમાંથી સતત ઉર્જાનું સ્વરૂપ ઈલેકટ્રો મેગ્નેટિક છે તેનું મધ્યબિંદું એટલે આજ્ઞાચક્ર.
આ હેડ ઓફિસમાંથી જ બોડી કન્ટ્રોલીંગ, ક્રિએટીંગ, કન્વટર્ીંગ વગેરે થતું હોવાથી આજ્ઞાચક્ર સતત સતેજ રાખવું જરૂરી છે. આ સ્થાને ઈડા, પીંગલા અને સુષુમ્ણા નાડીનો સંગમ થતો હોવાથી આજ્ઞાચક્ર બહુ સંવેદનશીલ છે. હિપ્નોટીઝમ કે મેસ્મેરીઝમ કરનારાઓ કોઈપણ વ્યક્તિના આ આજ્ઞાચક્ર ઉપર કાબુ કરીને પોતાનું ધાર્યું કાર્ય કરાવે છે. આ સ્થાને વૈજ્ઞાનિકોને પણ જ્ઞાનતંતું-ઓના ગુંચળાં જોવા મળ્યાં. આસુરી તત્ત્વોનો પહેલો પ્રભાવ પણ આ આજ્ઞાચક્ર ઉપર પડે છે. આ સ્થાને શિવજીને ત્રીજું નેત્ર છે, જેને જ્ઞાન આહ્વાન-ઉત્થાન કેન્દ્ર ગણાય છે. જેના દ્વારા આંતરચક્ષુ ઉઘાડી શકાય છે. આમ, આજ્ઞાચક્રને સુરક્ષિત અને સુદૃઢ રાખવા તેના પર પવિત્ર અને અપ્રત્યાઘાતિ પદાર્થોનું કવચ જરૂરી છે. તિલકનું આવરણ દીવાલની માફક બહારની અશુદ્ધિ અને નેગેટિવ વિચારોથી તેને રક્ષે છે, હકારાત્મક ઊર્જા બક્ષે છે. લલાટમાં આવેલ આ સ્થાનની કાર્યક્ષમતા વધારવા તેમજ ભગવદ્ વિચારો અને સદ્વિચારો ધારવા એક માત્ર તિલક એ અસાધારણ ઉપાય છે.
તિલક સાથે ધર્મ અને કર્મનો સંગમ
પૂજા પાઠ કે મંત્રોચ્ચાર વખતે વાતાવરણમાંથી શક્તિ જેને આધુનિક વિજ્ઞાન ‘કોસ્મિક એનર્જી’ ઓળખાવે છે. તેમાંથી હકારાત્મક તરંગોને આજ્ઞાચક્ર સુધી પહોંચાડવામાં તિલક શ્રેષ્ઠ માધ્યમ રહે છે. જેવી રીતે બિલોરી કાચ સૂર્યના વેર વિખેર કિરણોને એકત્રિત કરી પ્રચંડ શક્તિ ઉત્પન્ન કરે છે, એજ રીતે મસ્તક પરનું તિલક આસપાસ વિખરાયેલ શક્તિને આજ્ઞાચક્રમાં કેન્દ્રિત કરી વધુ શક્તિમાન બનાવે છે. માથું દુઃખતું હોય ત્યારે એક્યુપેશર જાણનાર વ્યક્તિ આ કેન્દ્ર બિંદું ઉપર અંગૂઠો મૂકી દબાણ આપે છે, દર્દ મટાડે છે. વ્યક્તિને કોઈ ચિંતા સતાવતી હોય ત્યારે આ બિંદુની આસપાસનું કપાળ ગરમ થઈ જાય છે. ઋષિમુનિઓના લલાટ પર સદાકાળ તિલક શોભતું પરિણામે પોતાના અંતરચક્ષુને જાગૃત કરી જે જે નિયમો આપ્યા તે વર્તમાન સમયે સનાતન, સૈદ્ધાંતિક અને સચોટ સાબિત થઈ રહ્યા છે. તિલક નહીં કરનાર મહાનુભાવો પણ વધુ પડતા બૌદ્ધિકક્ષમ કે ગરમીના કારણે શિરોવેદના અનુભવે ત્યારે ચંદનનો લેપ મસ્તકે લગાવે છે; પરંતુ જે નિયમિત તિલક કરતા હોય તેને શિરોવેદના માથુ દુઃખવાનું દદર્ ભાગ્યે જ થાય છે.
આપણે ત્યાં અતિથિઓનું સન્માન તિલક દ્વારા થતું હતું, તિલક વિના અધૂરું ગણાતું. સામાજિક કાર્યક્રમોમાં તિલકની પરંપરા એકતાનું સૂચક છે. જેથી ગરીબ-અમીરનો ભેદભાવ કે ઊંચ-નીંચની દીવાલ નથી રહેતી. તિલક એ વિજય, પ્રગતિનું ચિહ્ન છે. તેથી પહેલાના સમયમાં રાજા-મહારાજાઓ રણસંગ્રામમાં જતા ત્યારે વિજયશ્રીના પ્રતિકરૂપે લલાટમાં તિલક કરાવતા. તિલકમાં શૌર્યની શાન અને સિદ્ધિનું સન્માન છુપાયું છે. જ્યાં સુધી પુરોહિત યુવરાજને રાજતિલક ન કરે ત્યાં સુધી રાજા ગાદીરૂઢ થઈ શકતા નથી. રાજતિલક એ સૌભાગ્ય, શુકન અને શ્રદ્ધેય રૂપ ગણાય છે.
તિલક એ સેવા પૂજાનું અવિભાજ્ય અંગ…
ધાર્મિક કર્મકાંડમાં તિલકનું ખાસ મહત્ત્વ છે. પૂજા કર્મના આરંભમાં ભૂદેવ કહે ‘યજમાન ભાલે તિલકં કુર્યાત્’ તિલક કર્યા વિના કરવામાં આવતી ધર્મ સંબંધી ક્રિયાઓની નિષ્ફળતાનો નિદર્ેશ કરતા બ્રહ્મવૈવર્ત પુરાણ કહે છે કે,
સ્નાનં દાનં તપો હોમો, દેવતા પિતૃકર્મ ચ । તત્સર્વ નિષ્ફલં યાતિ, લલાટે તિલકં વિના ।।
પ્રયાગ પારીજાતમાં લખ્યું છે :
એકત્વા ભાલ તિલકં તસ્ય કર્મ નિરર્થકમ્ ।
બ્રાહ્મણોએ સંધ્યા તર્પણાદિ કર્મો તિલક ધારણ કર્યા પછી જ કરવા જોઈએ.
બ્રાહ્મણસ્તિલકં કૃત્વા કૃર્યાત્સંધ્યા ચ તર્પણમ્ ।
આપત્કાળમાં કે સંજોગોવશાત્ તિલક કરવાનું દ્રવ્ય ઉપલબ્ધ ન હોય ત્યારે જળથી તિલક કરવાનું વિધાન છે.